મહાદેવ નાકો બહાર આવેલ રાજકુટુંબની છત્રીઓએ વિષ્વના કળાપ્રેમીઓનુ ધ્યાન ખેચે છે. દેશ વિદેશથી લોકો તેના કળા વૈભવને માણવા આવે છે. અને તનાથી તર બને છે.
વિવિધ છતરડીઓ રાવ લખપતજીની છતરડી સ્થાપત્ય શિલ્પનો શ્રેષ્ઠ નમુનો છે. લાલ પત્થરથી બાંધેલા આ છતરડીઓ મા મધ્ય રૂમની આસપાસ ફરતી ચાલી છે. તેના દરેક ખુણા પર થાંભેલા છે. જેના પર શિલ્પોનો ભંડાર છે. બહાર - અંદર- ઉતર - નીચે વિવિધ મૂર્તિઓ આપણા ચિત પર છવાઈ જાય છે. અને એક કલ્પનાસભર જગતમાં આપણે વીચારીએ છીએ. થાંભલાઓ પર દ્રશ્યમાન છે. હનુમાન ગણેશ વિષ્ણુ બ્રહમા સૂર્ય વગેરે દેવો તો તેમની સાથે નિવાસ કરે છે. સાધુઓ મંજીરા વગાડતા ભકતો બ્રહમાણો નૃત્યમગ્ન નર્તકીઓ તંબૂરમાં સમાધિસ્થ સંગીતકાર કે યક્ષિણીઓ તે આસપાસ હાથીની સૂંઢને યાદ અપાવતી વળાંકાદાર કમાનો પાસે આત્મરત છે. થાંભલાની નીચે પણ વિવિધ દેવોની મૂર્તિઓ બે હાથીઓની લડાઈ નર્તકીઓ ગાયકો વીણા મૃદંગ, ઝાઝ, તબલા ઢોલ, શરણાઈ, શિતાર, તંબુર વગેરે વાધો વગાડતા સ્ત્રી-પુરૂષો, રથ અને માથે સૂર્ય જેવલ ચહેરો, બળદ પર બેઠેલો શંકર, બાણાવાણી પશુ પક્ષીઓ કે સામાજીક દ્રષ્યોનાં પ્રતિકરૂપ વાળ હોળતી સ્ત્રી, અટારી પર બેઠેલા ફિરંગી સ્ત્રી, ફરંગી ધોડેસવાર, બજાણીઆ ત્યા દેખાય છે. આ બધુ જોતા દષ્ટા અને દ્રષ્ય એકાકાર થઈ જઈ વિલિન થઈ જાય છે. અને રહે છે. માત્ર શુધ્ધ દર્શન.
બાજુની છત્રીનુ પીળા પત્થરની બાંધેલા છે. તેનુ કોતરકામ-રજપુત-ઈસ્લામી શિલ્પનુ મિશ્રણ ધરાવે છે તેનુ ચુંબકીય આકર્ષણ આપણને તેના નજીક જવા પ્રેરે છે. ત્યા દેખાય છે. અનામી શિલ્પઓના મૂદુ-કોમળ ટાંકણા વડે ધડાયેલ, લાલિત્યમય, આપણા સમગ્ર અસ્તિત્વને રસતરબોળ કરતી ઝીણી નકશીયુકત કોતરણી, કઈ જાળી જોવી ને કઈ નહી તેમા દષ્ટા મુંઝાઈ જાય છે. નાનકડી આંખમા કેટલું સૌંદર્ય સમાવવુ મીઠી મુંઝવળ મંત્રમુગ્ધ બની તેની પરીક્રમા કર્યા કરે છે. તમાંની કૂંડા પરની ડાળી ફૂલો આસપાસ ફરતી વેલ જેવી બાંકેબિહારી ડાળીઓ, વેલબુટીઓ, કિનાર પરની પંચકોણી આકૃતિઓ, આસપાસ સીધી-સાદી, સૌંદર્ય-મંડિત થાંભલીઓ જોઈ ચકિત થવાય છે. સ્તંભો પરના પંડપુજો માથી પ્રસરતી સુગંધ માણી મત બનીએ છીએ. આ નકશીકામ જેવી કોતરણીમાં પણ પોપટ, પંખવાળા સિહ, વાનર, મોર, હાથી, સંગીતજ્ઞ, મહાવત, તારા, પંખો ચલાવતી દાસી, ગંધર્વો અને રાધેશ્યામની ફેરફુદરડી ફરતી આકૃતિઓ કળાના ઝવેરીને ધન્ય ધન્ય કરી દે છે. પાછળ ઉભેલ નાનકડાં મંદિરની કળાત્મક જાળી પણ ધ્યાનાકર્ષક છે.
દરેક છત્રી સૌંદર્ય, જયોત છે. તેની વચ્ચે ફરતાં એક સ્વપન સૃષ્ટિ ઉભી થાય છે. છત્રીના સ્તંભોની રચના, ધાટ, કોતરણી,ઘુમ્મટ તથા વપરાયેલ વિશાળ શિલાઓ મુગ્ધ કરશે છે. દેવતાઓ, પશુઓ, કરાળમૂખો, વગેરેના સમૂહો વચ્ચેથી પ્રગટ થતાં કોમળતા, રસિકતા, આનંદ, ઉમળકા, લાવણ્ય, રૂચિ, રસ, રંગ, અને કળાના મિશ્રભાવો વડે અંતર આનંદથી નાચી ઉઠે છે. શિલ્પ શોભાનોમા કયાક અજંતાના મધુર વળાક છે. તો મૂર્તિકળામા ઈલોરાની મુદ્રાઓના દર્શન થાય છે. શિલ્પ કળાધરોએ ચક્ષુપ્રીય, સંકેતયુકત, વૈભવયુકત, અને ગત્યાત્મક આકૃતિઓનુ ર્નિમાણ કર્યુ છે. જીર્ણ કલેવરની કાયા ઢંઢોળવા આવી ચડનાર કોઈ કળાકાર તેની આ કળા-કારીગીરી જોઈ મુગ્ધ બની ઉઠે છે. અને સ્તંભો પરની નૃત્ય મૂર્તિઓ સાથે નૃત્ય કરી ઉડે છે.