લોકશાહીના મંદિરમાં સંસદ રૂપી પવિત્ર મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરીએં....
ચાલો મતદાન કરીએં....
કચ્છ-મોરબીનો વિસ્તાર ધરાવતી ૧-કચ્છ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ - ભાજપ અને અન્ય રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોત-પોતાના ઉમેદવારો પ્રજા સમક્ષ મૂક્યા છે ત્યારે એક સામાન્ય વિચાર એવો આવે કે લોકોને પોતાના પ્રતિનિધિ કરતા પક્ષોએ નક્કી કરેલા ઉમેદવારોને જ ચૂંટવા માટે ફરજ પડાતી હોય તેવુ વાતાવરણ ઉભૂ કરવામાં આવેલ હોય છે.
એમાં પણ ઉમેદવારની ચોખ્ખાઇ અને સ્વચ્છ પ્રતિભાથી લોકો અજાણ જ રહેતા હોય છે. ત્યારે લોકો જેને મત આપીને સંસદમાં સાંસદનો હોદો આપીને મૂકવાના છે, જેને પોતાનો અવાજ સમજીને જેની તરફેણમાં મતદાન કરવાના છે તે પ્રતિનિધિઓને જાણી લેવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરજીયાત કોઇ પોલીસ કેસ થયેલ હોય તો તેને જાહેર કરવા માટે સોગંદ લેવડાવાય છે.
આ પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ સોગંદ લેવડાવાય છે અને સોગંદનામામાં કોઇપણ પોલીસ કેસ નોંધાયેલ હોય તો તેની વિગતો જાહેર કરવાની હોય છે. ત્યારે આવો, આપણો અધિકાર છે તેનો ઉપયોગ કરીએં. આ ઉમેદવારોએ જાહેર કરેલી એફિડેવીટ વાંચીએં..... જે આમ જનતાના વાંચવા માટે ચૂંટણી પંચ દ્વારા મૂકવામાં આવેલી છે.
આપણને જાણીને આશ્ચર્ય થશે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના ઉમેદવારો પોલીસ ચોપડાથી દૂર નથી. પોલીસ ચોપડા પર તેઓના નામો અંકિત થયેલા છે. જેમાં ભા.જ.પ. ના ઉમેદવાર શ્રીમતી પુનમબેન વેલજીભાઇ જાટ ઉપર ગાંધીધામ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં. રપ૦/ર૦૦૭ થી આઇ.પી.સી. કલમ-૪પર, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ છે, જેની કલમવાઇઝની વ્યાખ્યા નીચે મુજબ થાય છે.
૪પર - વ્યથા હુમલો
૩ર૩ - માર મારવું, ઇજા પહોંચાડવી, સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી.
પ૦૪ - સુલેહનો ભંગ કરવા ઉશ્કેરાટના ઇરાદાથી અપમાન કરવું, ધમકી આપવી.
પ૦૬(ર) - ખુનની ધમકી આપવી.
૧૧૪ - જાહેરનામાનો ભંગ કરવો.
એકબાજુ પુનમબેન જાટની એફીડેવીટ તેનું ચિત્ર સ્પષ્ટ કરે છે તો, બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર શ્રી દનીચા વાલજીભાઇ પુનમચંદ્ર પણ સોગંદ ઉપર એવું જાહેર કરે છે કે તેઓ ઉપરે મુન્દ્રા પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૩૦૬૦/૦૩ થી ભારતીય દંડ સંહિતા કલમ-૧૮૮ તથા બી.પી. એકટ કલમ ૧૩પ (૩) મુજબ જાહેર નોકરની ફરજોને અવરોધવા તથા જાહેરનામાનો ભંગ સબબનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જાહેર કરે છે.
આ બન્ને એફીડેવીટ પુરી વાંચવા માટે કલીક કરોઃ
૧-કચ્છ લોકસભાની સીટ પરથી લડી રહેલા ૧૭ પૈકી આ બે થી દૂર થઇએં તો અન્ય ૧પ જણ બાકી રહે છે. શ્રધ્ધાના પુષ્પો સાચા દેવ પર ઢોળાય તે જોવું એ આપનું પ્રથમ કર્તવ્ય છે.
ઉમ્મીદ કા દામન મત છોડીયે, આપ કી એક સોચ પરિવર્તન કી લકીર હૈ....!
આપના મતદાન ન કરવાથી પરિવર્તન નથી આવવાનું, પરિવર્તન આવશે આપના મતદાન કરવાથી.....
જાગો અને સોચી, સમજી વિચારીને ફરજીયાત મતદાન કરો ....
અત્યાર સુધીના મુલાકાતીઓની સંખ્યા