આમ આદમી, ઇતના આમ ભી નહીં.....!
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યાં છે. નેતાઓના ભાષણો અને જાહેરાતો લોકોના કાનના પડઘે અથડાઇ રહી છે. આવનારા પ વર્ષ સુધી જેને આપણા પ્રતિનિધિ તરીકે સાંસદનો હોદો આપી સંસદભવનમાં મૂકવા છે તેની માટે વોટ કરવાનો સમય આવી રહ્યો છે. એ એક ક્ષણનું કામ, કે જેની માટે લાખો કર્મચારીઓ પોતાના કરોડો કલાકોની મહેનત બાદ એક વ્યકિતને આપણા પ્રતિનિધિ નિયુકત કરવાની પ્રક્રિયા જે લોકશાહીના પવિત્ર પર્વ તરીકે ઓળખાતી ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવશે.
પોતે એક લોકપ્રતિનિધિ તરીકે લાયક હોવાનો દાવો કરતા પ્રતિનિધિઓને ઓળખવા માટે કોઇ ચશ્મા તો બજારમાં મળતા નથી કે નથી તેવું કોઇ ખાસ મીટર શોધાયું, પણ એટલું તો ધ્યાનમાં રાખવું જ જોઇએં કે જેવો નેતા હશે, તેવી સરકાર હશે અને જેવી સરકાર હશે તેવા કાયદા હશે. કેવી સરકાર અને કેવા કાયદા હોવા જોઇએં તે નક્કી કરવા માટે સૌથી પહેલા તેને ઘડનારો, સમજનારો અને તેના ફાયદા - નુકશાનથી માહિતગાર પ્રતિનિધિને પસંદગી કરવાનો એક અવસર તમને મળે છે - મતદાન.
થોડી લાલચ કે થોડો સ્વાર્થ દેશથી મોટો ન હોઇ શકે....! દેશની સામે સ્વાર્થ - લાલચને તુચ્છ ન ગણતો હોય તે સાચો દેશવાસી નથી. નેતા કોઇ એક જાત કે બિરાદરીનો હોઇ શકે, દેશ નહિં...! એટલે કોઇ નાત-જાત કે બિરાદરી - સગપણ જોવા કરતાં દેશનું હિત જોવું એ વધુ અગત્યનું રહેશે.
એવાય લોકો વસે છે આ દેશમાં જે લોભ-લાલચ કે દબાણમાં આવીને મતદાન કરે છે. અમુક અંતરીયાત ગામળાઓમાં તો આજેય પણ મતદાન કરવા બાબતે માતાજીના સમ પણ ખવડાવાય છે. પોતાના દેશ - પોતાનું હિત વિચાર્યા વગર અને પછી પ વર્ષ સુધીને નેતાને ગાળો દે છે અને ચુંટણીમાં પછો તેને જ કે તેના ભાઇને એ ખુરશી સંભાળવા આપી દે છે. આનો આ ચક્ર ચાલ્યા રાખે છે. જરૂર છે આમાં પરિવર્તન લાવવાની....! તો ખરેખર શેની જરૂર છે, પરિવર્તન લાવવાની કે પરિવર્તિત થવાની....?!?
૧૦૦ કરોડ ઉપરની વસતિમાંથી માત્ર ૫૪૫ જેટલા સ્વચ્છ ચહેરાઓને સંસદમાં જઇ જવા છે તો શું એટલી સ્વચ્છ-અસ્વચ્છની ઓળખાણ ન કરી શકીએં. ગત સંસદમાં ૧ર૫ અપરાધી સાંસદો હતા અને હાલમાં પણ કોઇ એક પાર્ટી પણ એવી નથી જેને પોતાના જાહેર કરેલા તમામ ઉમેદવારો બેદાગ હોય...! ત્યારે પ્રશ્ન એ થાય કે નેતાઓ-પાર્ટીઓના એજન્ડા હોય... તો મતદારોનો એજન્ડા કેમ નહિં...? વોટરોનો એજન્ડા ન હોવા પાછળનું કારણ આઇડીયોલોજી નો અભાવ હોવાનું ધ્યાન પર આવ્યું છે. લોકોને ખબર જ નથી કે શું કરવું, એના વોટની કિંમત શું છે એનાથી અજાણ છે. તે તો ભાવનાત્મક લાગણીઓમા૦ આવી જઇને મતદાન કરે છે. કોઇ નેતા ગોધરાકાંડને મુદ્દો બનાવે છે તો કોઇ મુંબઇ હુમલાને. આ બધા વચ્ચે આમ જન વિચારી નથી શકતો કે શું કરવું...? વોટીંગની આગલી રાતે અને વોટીંગના દિવસે મતદાર પર સતત ભાવના - લાગણી - લોભ - લાલચ એ કહેવાય છે કે શામ, દામ, દંડ ભેદ બધી જ રીતોનો ઉપયોગ કરીને તેનો વોટ પોતાની તરફેણમાં નખાવવા માટે જે તે પાર્ટી પ્રયત્ન કરે છે.
દરેક ચૂંટણીમાં મોટા ભાગે મહત્તમ મતદાન ઝુંપડપટ્ટી એરીયા કે કોલોની વિસ્તારોમાં થતું જોવા મળે છે. એવા વિસ્તારો જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ગરીબી છે અને સાચુ-ખોટુ શું તેની સુઝબુઝ નથી. આવા લોકો લોભ- લાલચ - સ્વાર્થમાં આવી જઇને મતદાન કરે છે અને જેનું પરિણામ મતદાન પ્રત્યે ઉદાસીન રહેતો આવેલો યુવા - શિક્ષિત વર્ગે પણ ભોગવવું પડે છે અને ભોગવે એટલા માટે છે જેને ખરેખર ખબર છે કે નેતા કેવો હોવો જોઇએં, તે મતદાન કરતો નથી અને જેને ખબર નથી તેવાઓના મત મેળવીને અસામાજીક તત્વો સંસદ સુધી વટથી ઘૂસી જાય છે એ લોકશાહીની સૌથી શરમજનક હકીકત છે. ત્યારે તેને પ્રવેશતાં રોકવા એ આપણી બધાની જવાબદારી છે. દેશદ્રોહી લોકો જયારે સંસદ સુધી પ્રવેશી જાય છે ત્યારે ખરેખર આપણે કહેવાની જરૂર છે પાર્ટીઓને કે કેવો નેતા હોવો જોઇએ..?
હવે જયારે આપણે જ વોટીંગ પ્રત્યે દુર્લક્ષ સેવશું અને જેઓ ગુન્હેગાર છે તેઓ જ સાંસદ છે અને જે સાંસદ છે તેઓ જ કાયદાઓ રચવા કે તેમાં સુધારા વધારા કે નાબુદ કરવાના છે તો તેવા સમયે નેતાઓને દોષ દેવો એ કેટલો યોગ્ય લેખાશે....? શું આપણે જવાબદાર નથી એ બધા માટે ...? શું આપણો તેમાં કોઇ હિસ્સો નથી ? ઉપસ્થિતિ થનાર પરિસ્થિતિ માટે આપણી કોઇ જ જવાબદારી નથી ?
એ હકીકત છે કે લોકતંત્રમાં ગંદકી છે, પણ એને સાફ કરવા માટે આપણે શું કરી રહ્યા છીએં...? માત્ર વોટ ન કરવાથી શું ગંદકી દૂર થઇ જવાની છે ? જો નહિં તો પ્રતિપ્રશ્ન એ પણ હોઇ શકે કે તો શું વોટ કરવાથી એ ગંદકી દૂર થઇ જશે ? જવાબ એ હોઇ શકે કે પહેલા પ્રશ્નનો જવાબ નો !! ના !! જ હોઇ શકે, તેમાં સંભાવના નથી. પરંતુ હા,, જે પ્રતિપ્રશ્ન છે તેમાં સંભાવનાઓની કિરણ તો રહેલી છે જ. ગંદગી એકીઝાટકે એકદમ દૂર તો ન જ થઇ શકે પરંતુ તેમાં સારા અને સાચા પ્રતિનિધિઓનો ઉમેરો કરીને તે ગંદગીમાં થોડો ઘટાડો તો કરી શકીએં...!
ઉમ્મિદ કા દામન મત છોડીયે, આપ કી એક સોચ પરિવર્તન કી લકીર હૈ...!
કિંમત જો આંકવી હોય તમારા મતની, તો કોઇ પક્ષ કેટલી અંકારશે....? અમુક રકમ, થોડી લાલચ કે ભેદ-સોગદમાં તમારા વોટને ખરીદવા પ્રયત્ન કરાશે. ત્યારે તમારે તમારી કિંમત નહિં પરંતુ તમારા દેશની કિંમત આંકવાની છે. એ ૧૦૦ કરોડ જનતાની કિંમત આંકવાની છે, જે લોકશાહીમાં માને છે. તમારા દેશની કિંમત તમારા માટે શું હોઇ શકે ? એ જ તમારા એક વોટની કિંમત હોઇ શકે.
મતદાનના દિવસે દરેક મતદારોના મુખે કાંઇક આવા જ શબ્દો હોવા જોઇએં,
લોભ, લાલચ કે દબાણમાં આવ્યા વિના મતદાન કરીએં,
ચાલો આંગળી પર વિજય તિલક કરાવીએં.
જે નથી પહોંચ્યા હજૂ સુધી મતકૂટીર પર
તેને તેની ફરજની યાદ અપાવીએં
અસ્તુ...!
ગોવિંદ દાફડા
E-mail: info@kutchguide.com
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
શું આપણે મુરખ છીએં ....?
ચૂંટણી પૂર્વે મતદારોને રિઝવવા રાજકિય પક્ષોના પેંતરા.
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને જયારે કચ્છના બે અડીખમ પક્ષોના યોગ્યતા ધરાવનાર ઉમેદવારોના બન્ને પક્ષોએ પ્રજા સામે મૂકી દીધા છે ત્યારે બન્ને પક્ષોના કાર્યક્ષેત્ર સંભાળતા જવાબદાર કાર્યકરોએ પોતાના મતદારોને રીઝવવા માટે અવનવા નુસ્ખા અપનાવવાના શરૂ કરી દીધા છે. શહેરના માર્ગોને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યા છે તો જાહેર સ્થળોની ચોખ્ખાઇ તરફ પણ ધ્યાન અપાઇ રહ્યુ છે. કારણ બીજુ કાંઇ નહિં આવનારી ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવારને વિજયી બનાવવાનો છે. જયારે ખરેખર તો જે કામ ચૂંટણીના આગામી દિવસોમાં જ કરવામાં આવે છે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ નિયમીત કરવાના હોય, તેમ છતાં તે કરવામાં આવતા નથી, જેની પાછળનું કારણ કોઇ રાજકિય નેતા સ્પષ્ટ કરી શકે તેમ નથી. કચ્છના અનેક ગામડાઓમાં રાજકિય પક્ષોએ મતદારોને રિઝવવા માટે મીજબાનીઓની વ્યવસ્થા કરી છે તો અનેક શહેરોની સોસાયટીઓના સાર્વજનીક જગ્યાએ દુધ કોલ્ડ્રીંકસ તો કયાંક ચેવડો-પેંડાનુ આયોજન કરીને મતદારોને જે તે પક્ષને જ વોટીંગ કરવા માટે સમજૂત કરવા ભાષણોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રજાને બુધ્ધુ સમજતા આ પ્રતિનિધિઓ જાણે એમ સમજે છે કે પબ્લીક કુછ જાનતી નહિં, ત્યારે એ પ્રતિનિધિઓને પણ એટલું તો સમજી જ લેવાની જરૂર છે કે યે પબ્લીક હૈ સબ જાનતી હૈ, યે પબ્લીક હૈ...!
ઉનાળાની કાળ-ઝાળ ગરમીનો ભોગ બનતા અને તરસ છીપાવવા જયારે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તથા શહેરના સોસાયટી વિસ્તારોમાં જયારે પનિહારીઓ જોવા મળે છે ત્યારે તેને સાંત્વના આપવા કે પાણી પહોંચાડવા માટે અત્યારની મીજબાની અને સફાઇ નું આયોજન કરતા કોઇ પ્રતિનિધિઓ પોતાની એ.સી. ઓફિસ અને ગાડીઓમાંથી બહાર નિકળીને આવતા નથી. પોતાના ઘરે મીનરલ વોટર જ પીતા આ પ્રતિનિધિઓ પ્રજાની સાથે રહેવા સર્જાયા હોવાનો ડોળ અત્યારે ચૂંટણીના સમય અગાઉ કરે છે, પરંતુ જેવી સત્તા હાથમાં આવે છે બધા જ વાયદાઓનું બાષ્પીભવન થઇ જાય છે. ચૂંટણી ઢંઢેરાઓના ચોપાનીયાઓમાં લખાયેલા વાયદાઓ પર આવનારી ચૂંટણી સુધી ધુળ જ ચડતી જોવા મળેલ હોવાનો ઇતિહાસ સાક્ષી છે.
પ્રજા પાસેથી માત્ર અને માત્ર વોટની અપેક્ષા રાખતા અને બદલામાં ઘણું બધું કરી આપવાના રણશીંગા ફુંકતા આ કહેવાતા સમાજ સેવકોને લોકો સારી રીતે ઓળખે જ છે. આ એ જ ચહેરાઓ છે જે ચૂંટણી ચાહે નગરપાલિકાનો હોય કે તાલુકાની, વિધાનસભાની હોય કે લોકસભાની દરેક વખતે ચૂંટણી પહેલા પોતાનો કહેવાતો ખુબસુરત ચહેરો દેખાડવા માટે પ્રજાને વચ્ચે પહોંચતા હોય છે.
વોટીંગ કરવા કોણ આવ્યુ અને કોણ નહિં તેની ચિંતા ભારતના ચૂંટણી પંચ કરતા વધારે આ પ્રતિનિધિઓને હોય છે.
ત્યારે આજે સમય આવ્યો છે જાગવાનો અને એમ કહેવાય છે કે દરેક વ્યકિતનું ભાગ્ય તેના હાથમાં હોય છે, પણ અત્યારે કોઇ બે વ્યકિતઓ પૈકી એકનું ભાગ્ય આપ કચ્છના મતદારોના હાથમાં છે ત્યારે તેનો ઉપયોગ જોઇ, વિચારી, સમજી અને દુરંદેશી દ્રષ્ટીકોણ અપનાવીને લોકશાહી પર્વના પવિત્ર પર્વની મર્યાદા જળવાય તે માટે અચૂક મતદાન કરવા અપીલ છે.
અત્યાર સુધીનો ઇતિહાસ એવી ગવાહી આપે છે કે મોટા ભાગે રાજકારણમાં આવનારા ખરાબ જ હોય છે અને ખરાબ ન હોય તે ખરાબ બની જાય છે પણ જયાં બધા ખરાબ જ હોય ત્યાં તે બધા ખરાબો પૈકી સૌથી ઓછા ખરાબને પોતાનો કિંમતી મત આપવા યુવાધન અને મહિલા વર્ગને સલાહ છે. કારણ કે ભારતમાં પરિવર્તન લાવનાર કોઇ હોય તો તે યુવાધન છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન લાવવાની સમય પાકી ગયો છે.
Public Relation Officer - KutchGuide.com
CEO – KutchGuide.com
Your Visitor No. is